e-Gram Swaraj App: તમારા ગામમાં આવેલ ગ્રાન્ટ ની તમામ માહિતી મેળવો

Gram Panchayat Work Report Online: હવે તમે ઘરે બેઠા તમારી ગ્રામ પંચાયત માટે ફાળવેલ ગ્રાન્ટની માહિતી અને થયેલા કામની વિગત તમારા મોબાઈલથી ઓનલાઈન જોઈ શકો છો. ભારત સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં  થયેલી કામગીરની વિગતો, બાકી કામો, વર્ષિક ફાળવેલ ગ્રાન્ટ વગેરેની વિગત દર્શાવતુ પોર્ટલ શરુ કરવામાં આવેલ છે. 

મિત્રો, હવે તમે તમારા ગામમાં થયેલ વિકાસના કામો અંગેની માહિતી ઓનલાઈન જોઈ શકશો.અહીં અમે સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ એક પોર્ટલની સંપુર્ણ વિગત તમારી સાથે સેર કરીશું. જેમાં તમે તમારી ગ્રામ પંચાયત માટે બજેટ 2024 માટે કેટલી ગ્રાંટ મળેલ છે અને છેલ્લા વર્ષોમાં કેટલી ગ્રાન્ટ પાસ થઈ અને તે કઈ કઈ જગ્યાએ વાપરવામાં આવી તેની માહિતી જોઈ શકાશે.

Gram Panchayat Work Report Online 2024 – ગ્રામ પંચાયત રિપોર્ટ

 • દરેક ગામમાં થતા વિકાસલક્ષી કામો તે ગામની ગ્રામ પંચાયત ને લાગુ પડે છે અને તે વિકાસના કામો પુરા કરવાની જવાબદારી પણ ગ્રામ પંચાયતની રહે છે.
 • ગામમાં પાણીનો પુરવઠો પુરો પાડવાની જવાબદારી ગ્રામ પંચાયતની રહે છે.
 • એવી જ રીતે ગામની સ્કુલો, રોડો અને ગટરનું કામ કાજ ગ્રામ પંચાયત ના હસ્તક હોય છે.
 • ગામના વેરો ઉઘરાવવાની અને જમા કરવાની જવાબદારી પણ ગામ પંચાયત ની રહે છે.
 • સરકારની નવી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોચતી કરી તેમને યોજનાનો મહત્તમ લાભ મળે તેવા પ્રયાસો કરવાની જવાબદારી રહે છે.
 • ભારત સરકાર દ્વારા ઈ-ગ્રામ સ્વારાજ પોર્ટલ ની શરુઆત કરવામાં આવી છે, જેમાં ગામનો કોઇપણ વ્યક્તિ ગ્રામ પંચાયતના કાર્યનો રિપોર્ટ મેળવી શકે છે.

e-Gram Swaraj App 

 • સ્વામીત્વ યોજના દ્વારા, તે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની ગતિ વધશે જ્યાં ડિજિટાઇઝેશન થયું નથી.
 • આ યોજનાથી કોઈપણ વ્યક્તિને તેની જમીનના માલિકીનું પ્રમાણપત્ર મેળવવું સરળ બનશે.
 • આ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારોની બેંકો પાસેથી લોન લઈ શકાય છે.
 • જમીન રેકોર્ડની તૈયારી અને ડિજિટાઇઝેશનમાં ડ્રોન મેપિંગ કરવામાં આવશે.
 •  ગ્રામીણ વિસ્તારોમાં જમીન સંબંધિત પરસ્પર વિવાદો સમાપ્ત થશે.
 • માલિકી યોજનાનો લાભ તે લોકો માટે વધુ હશે જેમની પાસે જમીનના કાગળો નથી. આ યોજના દ્વારા, તે લોકો તેમની જમીન પર માલિકીના અધિકારો મેળવી શકશે.

e-Gram Swaraj એપ/પોર્ટલના લાભો

 • App આ એપ દ્વારા, પોર્ટલ, ગ્રામ પંચાયતોમાં ચાલી રહેલા કામોનું મોનિટરિંગ સરળતાથી કરી શકાય છે.
 • App આ એપ અને પોર્ટલથી કોઈપણ વ્યક્તિ પંચાયતોમાં ચાલી રહેલા કામો વિશે માહિતી રાખી શકશે.
 • eGramSwaraj પાસે એન્ડ્રોઇડ એપ પણ છે, તમે તેને તમારા મોબાઇલ પર પણ ડાઉનલોડ કરી શકો છો.
 • ઈ-ગ્રામ સ્વરાજ એપ દ્વારા, પંચાયતની કાર્ય યોજનાના માસ્ટર રોલ વગેરેની માહિતી ઓનલાઈન હશે.
 • તમને દેશમાં ગમે ત્યાં કોઈપણ ગ્રામ પંચાયતની માહિતી સરળતાથી મળી જશે.
 • હવે સરપંચ પોતાની પંચાયત હેઠળ ગામને લગતી તમામ સેવાઓનો લાભ મેળવી શકે છે.
 • પોર્ટલમાં બધા માટે જાહેર માહિતી એકત્રિત કરવામાં આવશે, જેનો તમામ ગ્રામજનો લાભ લઈ શકે છે.
 • આ પોર્ટલમાં, GPDP માં સૂચિત તમામ પ્રવૃત્તિઓ પર ખર્ચની વિગતો ઉપલબ્ધ કરાશે.
 • યોજનાઓના વિભાજન અંગેની તમામ માહિતી બ્લોક જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ પાસે ઉપલબ્ધ રહેશે.

EGramSwaraj Portal પર પોતાના ગ્રામ પંચાયતમાં આવેલ ગ્રાન્ટ માહિતી કેવી રીતે મેળવવી?

 • સૌ પ્રથમ તમારે ગૂગલ સેર્ચ માં જઈને E-GramSwaraj Portal સર્ચ કરવાનું રહેશે.
 • હવે તમારે સામે EramSwaraj Portal ની અધિકારીક વેબસાઈટ ખુલીને તમારી સામે આવશે. તેના પર ક્લિક કરો. (વેબસાઈટ પર જવા અહીં ક્લિક કરો.)
 • હવે તમારી સામે આ વેબસાઈટનું હોમ પેજ ખુલશે. જેમાં તમે થોડા નીચે જાઓ.
 • જયારે તમે નીચે જશો ત્યારે તમને “Reports” નામની પેનલ જોવા મળશે.
 • જે પેનલમાં તમે અલગ-અલગ 6 ઓપ્શન જોવા મળશે.
 • જેમાં તમારે “Planning” નામનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.
 • હવે ફરીથી તમારી સામે નવું પેજ ખુલશે. જેમાં તમને 4 વિકલ્પ જોવા મળશે.
 • જેમાં સૌથી ઉપર આપેલા  “Planning” વિકલ્પ ક્લિક કરો.
 • હવે જયારે તમે તેના પર ક્લિક કરશો એટલે ફરીથી તે વિકલ્પની નીચે જુદા-જુદા વિકલ્પ જોવા મળશે.
 • જેમાં “Approved Action Plan Report” પર ક્લિક કરો.
 • ક્લિક કર્યા બાદ ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે.
 • જેમાં તમારે હવે તમે જે વર્ષની માહિતી જોવા માંગો છો તે વર્ષ સિલેક્ટ કરો.
 • તેના પછી તેની નીચે આપેલા ‘Catpcha’ ને જોઈને તેની સામે આપેલ “Catpcha Answer” માં નાખો. (જયાં સુધી તમે સાચો ‘કેપ્ચા’ નહીં નાખો ત્યાં સુધી પ્રક્રિયા આગળ વધશે નહીં)
 • તેના પછી નીચે આપેલ “Get Report” પર ક્લિક કરો.
 • હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે.
 • જયાં ભારતના તમામ રાજ્યો બતાવશે. ત્યાં તમારે તમારા રાજ્યની સામે આવેલ “Village Panchayat & Equivalent”  પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે.
 • જયાં તમારા રાજ્યના જિલ્લાઓના નામ બતાવશે અને તે નામની આગળ તમારા તાલુકાનું નામ બતાવશે. તમે જે તાલુકાના હોવ તે તાલુકાના નામની આગળ આપેલ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે.
 • જયાં તમને તમારા તાલુકામાં આવતી તમામ ગ્રામ પંચાયતના નામ જોવા મળશે, હવે તમે જે ગ્રામ પંચાયતનું કામ જોવા માંગો છે. તેના માટે ઓપ્શન આપેલ છે.
 • જેમાં ‘View’ અને ‘Download’ આમ બે ઓપ્શન જોવા મળશે.
 • જેમાં જો તમે ‘View’ પર ક્લિક કરશો તો તમને તમારા ગ્રામ પંચાયતમાં આવેલા તમામ કામોનું વિવિધ લિસ્ટ જોવા મળશે. અને જો તમે ‘Download’ પર ક્લિક કરશો તો તમે તમારા ગ્રામ પંચાયતમાં આવેલા તમામ કામોનું લિસ્ટ ડાઉનલોડ કરી શકશો.
 • આમ, તમે તમારા ગ્રામ પંચાયતમાં આવેલા કામ વિશે માહિતી મેળવી શકો છો.

ઇ-ગ્રામ સ્વરાજ એપ ડાઉનલોડ કેવી રીતે કરવું 

 • હવે તમારે સર્ચ ઓપ્શન પર eGramSwaraj ટાઇપ કરવું પડશે.
 • હવે eGramSwaraj તમારી સામે સ્ક્રીન પર દેખાશે.
 • તેના ઇન્સ્ટોલ વિકલ્પ પર ક્લિક કરો.
 • હવે તમારું રાજ્ય પસંદ કરો, તે પછી તમારી તહસીલ પસંદ કરો, હવે બ્લોકનું નામ શોધો, હવે ગ્રામ પંચાયતનું નામ લખો અને “સબમિટ કરો” વિકલ્પ પસંદ કરો.
 • હવે વિગતો મેળવવા માટે સંબંધિત વિકલ્પ પસંદ કરો.
 • આ રીતે તમે સરળતાથી તમારી ગ્રામ પંચાયત વિશે માહિતી મેળવી શકો છો.

EGramSwaraj Portal માટેની મહત્વપૂર્ણ લિંકો

ઇગ્રામસ્વરાજ પોર્ટલ       અહીં ક્લિક કરો.

Post a Comment